કડી તાલુકાના ઘુમાસણ ગામે નવરાત્રી ની આઠમના એટલે કે 29 સપ્ટેમ્બર ની રાત્રે નિવેદ કરવા માટે ભેગા થયેલ પરિવારમાં સમાધાનની વાતચીત કરવા ગયેલ ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં 50 વર્ષીય આધેડની છરી ના ઘા મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી.સુરેશભાઈ દંતાણી અને તેમના પરિવારજનો નવરાત્રીના આઠમના દિવસે નિવેદ માટે ભેગા થયા હતા. સમાજના આગેવાને સમાધાન માટે મીટીંગ બોલાવી હતી.દરમિયાન કનુભાઈ દંતાણી નો પુત્ર રણજીત ઉર્ફે વિશાલે સુરેશભાઈને છરીનાં ઘા મારી દીધા.