શામળાજી પોલીસની અણસોલ ચેકપોસ્ટ પર આજે વહેલી સવારે મોટી કાર્યવાહી સામે આવી છે.પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી,તે સમયે રાજસ્થાન તરફથી એક ટ્રક આવતા તેના પર સંકા જતાં પોલીસે અટકાવ્યું.ટ્રકની તલાશી લેતા ઈલેક્ટ્રિક સામાનથી ભરેલા ખાખી બોક્ષ જોવા મળ્યા હતા.વધુ તપાસ કરતા બોક્ષમાંથી દારૂની 389 પેટી મળી આવી,જેની બજાર કિંમત અંદાજે ₹63,40,000 ગણાય છે.પોલીસે ટ્રક સહિત કુલ ₹1,00,21,753 ના મુદ્દામાલ કબજે કર્યા છે.આ મામલે આરોપી ધંમડારામ ગોદારાની અટકાયત કરવામાં આવી