જામનગર તાલુકાના મુંગણી ગામ ખાતે રહેતા એક યુવકને યુવતી સાથે પ્રેમ થયો હતો, તે યુવતી સાથે પ્રેમ લગ્ન કરવા તેણે તેના પિતાજીને જણાવ્યું હતું, પરંતુ પિતાજીએ પ્રેમ લગ્ન કરવાની ના પાડતા યુવકને મનમાં લાગી આવ્યું હતું. યુવકે એસિડ પી આપઘાત કર્યો હતો અને સારવાર દરમિયાન તેનો મૃત્યુ નીપજ્યું હતું