વેરાવળ અને કોડીનાર ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઈ.પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે વેરાવળ અને કોડીનાર નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ખાતે ૩૫૦ અને કોડીનાર ખાતે ૧૧૦ કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો.