બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ બાદ થયેલી નુકસાની અંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે તેમને કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદથી નુકસાન પહોંચ્યું છે.હાલમાં વહીવટી તંત્ર સાથે બનાસ ડેરી દ્વારા પણ ફૂડ પેકેટ અસરગ્રસ્ત સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા કલેક્ટરની આ પ્રતિક્રિયા આજે સોમવારે સાંજે 6:15 કલાકે સામે આવી છે.