મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે “સ્વાગત કાર્યક્રમ”અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ સપ્ટેમ્બર માસના ચોથા ગુરુવારે કલકેટરના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત તથા બુધવારે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર, મદદનીશ કલેકટર તથા જિલ્લાનાં વર્ગ-૧ના અધિકારીઓના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આયોજન કરવામાં આવનાર છે.