આજે બપોરે 4:00વાગ્યાની આસપાસ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું હતું કે, માંડા ડુંગરના સફાઈ કામદારોને આપવામાં આવતું વળતર બેંકના બદલે રોકડમાં આપવામાં આવે છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જો આ છેતરપિંડી તાત્કાલિક બંધ કરવામાં નહિ આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં નહિ આવે તો સફાઈ કામદારો દ્વારા સમગ્ર શહેરની સફાઈ બંધ કરી દેવામાં આવશે.