ખંભાત શહેર કોલેજ રોડ પર ગિરીરાજ પાર્ક પાસે છેલ્લા 3 મહિનાથી કામ ચાલુ છે તેવો બોર્ડ ઉભું કરી તંત્ર ફરાર થઇ ગયું છે.ધોવાઈ ગયેલા રોડના સમારકામ કાર્ય શરૂ કરવા તસ્દી લેવાઈ નથી.હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓથી અને વાહચાલકોથી ધમધમતા માર્ગ પર સત્વરે કામ શરૂ કરી પૂર્ણ કરવાની માંગ પ્રબળ બની છે.નોંધનીય છે કે, ગટરલાઈન નાખવા હેતુસર ખોદેલ રોડ ધોવાઈ ગયો હતો અને 6 ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે.જેમાં કાર સહીત બે જેટલાં એક્ટિવાચાલકો ખાબકતા ઇજાઓ પણ પહોંચી હતી.