કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. શહેરના જવાહર મેદાન ખાતે સિદ્ધિતપના 531 આરાધકોના પારણા પ્રસંગે ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ટૂંકા પ્રવાસ માટે ભાવનગર પહોંચ્યા હતા. તેમણે સિદ્ધિતપના 531 આરાધકોના સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ હાજરી આપી હતી. શહેરના જવાહર મેદાન ખાતે સી.આર.પાટીલએ 531 પારણાં કરાવ્યા અને સૌ આરાધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.