કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન જાહેરમાં ગંદકી કરતા લોકો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં ૧૨૨ એકમો સામે દંડકીય કાર્યવાહી કરી વસુલ કર્યો રૂપિયા ૧.૯૪ લાખ નો દંડ કરાયો છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં ગંદકી કરતા લોકો સામે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં ૧૨૨ એકમો સામે દંડકીય કાર્યવાહી કરી હતી.