વ્યારા શહેરના સિંધી સમાજ દ્વારા અમદાવાદ ખાતે થયેલ વિધાર્થીની હત્યા મામલે કલેકટરને આવેદન આપ્યું.તાપી જિલ્લાના સેવાસદન ખાતે મંગળવારના રોજ 1 કલાકની આસપાસ જઈ વ્યારા શહેર સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપી ન્યાય ની માંગ કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ખાતે સેવેન્ડે શાળામાં બનેલ વિધાર્થીની હત્યા મામલે તાત્કાલિક ન્યાય અપાવવા માટેની માંગ કરી આવેદન આપ્યું હતું.જેમાં વ્યારા શહેરના સિંધી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.