જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે અચાનક જુની દિવાલ ધરાશાયી, અકસ્માતમા એક વ્યક્તિને ઈજા પહોંચી. વરસાદી વાતાવરણને કારણે કમજોર બની ગયેલી આ દિવાલ પળવારમાં ધરાશાયી થઈ, તાત્કાલિક ફાયર વિભાગ, 108 ઈમરજન્સી સેવા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા. ફાયર ટીમ દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. તેમજ ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો