ગુરૂવારના 7 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુર તાલુકાના ઢાંકવડ ગામ ચૌઢીપાડા ફળિયામાં રહેતા કાસમ ભાઈ અર્જુનભાઈ નાયક તેમના ઘર નજીક આવેલ ખાડીમાં ખેતરે કામ કરી હાથ પગ ધોવા માટે ગયા હતા.જે દરમિયાન તેમનો પગ લપસી થઈ જતા પાણીના વહેણમાં ખેંચાઈ જતા અને વહેતા ધોધમાં નીચે પટકાતા ડૂબી જવાના કારણે તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસે લાસનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી આકસ્મિક મોત અંગે ફરિયાદ દાખલ કરી હતી