આદિપુર સ્થિત પૌરાણિક મંદિર નિવાસીતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની પુર્ણાહુતિના ભાગરૂપે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન શિવની આરાધના એવા શ્રાવણ માસના અંતિમ દિવસે મહાદેવના દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરવા શ્રદ્ધાળુઓએ આજરોજ સવારે આરતી બાદ હવનમાં જોડાયા હતા. આ સાથે જ બરફીલા બાબાના દર્શન પણ કર્યા હતા. આ સમગ્ર આયોજન વર્ષોથી ઓમ શિવ મંડળી દ્વારા કરવામાં આવે છે.