ગોધરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં, કુબા મસ્જિદ અને હુસૈની ચોક વિસ્તારમાં રખડતા શ્વાનોએ એકસાથે ૮ થી ૧૦ જેટલા લોકોને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. આ ઘટનામાં બાળકો, મહિલાઓ અને યુવકો પણ શિકાર બન્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ રખડતા શ્વાનો અચાનક હિંસક બન્યા હતા અને રસ્તા પર પસાર થતા લોકોને નિશાન બનાવ્યા હતા. શ્વાનના હુમલાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જે લોકોને શ્વાન કરડ્યા હતા, તે તમામ ઇજ