વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના દેસાડ ગામના હનુમાન ફળિયામાં રહેતો સાવન હસમુખ વસાવા પોતાની સાસરીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી વિદેશી દારૂની 103 નંગ બોટલ મળી કુલ 23 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બુટલેગર સાવન વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.