નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા પટેલ છાત્રાલય, રેલવે સ્ટેશન પાસે તા. ૧૨મી સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાશે. આ આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. નર્મદા દ્વારા કરવામાં આવ્યું છે.બાળકોના શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક અને સર્જનાત્મક કૌશલ્યોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકના જીવનના શરૂઆતના છ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.