બાપુનગર પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજદારોને હાલાકી. પાસપોર્ટની કામગીરી માટે આવતાં અરજદારોને શુક્રવારે બપોરે 3 વાગ્યે હાલાકી વેઠવી પડી, કોઈપણ પ્રકારની સુવિધા નહી હોવાથી અરજદારો પરેશાન થયા. અરજદારોને કચેરીની બહાર ઉભા રાખવામાં આવે છે. જોકે બેસવા માટે, વેટિંગ વ્યવસ્થા કે પાણીની પણ સુવિધા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.