નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો વાંગણ ધોધ હાલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ધોધમાંથી વહેતા પાણીના જોરદાર પ્રવાહે આસપાસનું કુદરતી સૌંદર્ય મનમોહક બની ગયું છે. શાંત જંગલ વચ્ચે ગાજતાં પાણીના અવાજે સમગ્ર વિસ્તારમાં અદભુત માહોલ સર્જાયો છે. આ અદભૂત નજારો જોવા માટે સ્થાનિકો તેમજ દૂર દૂરથી પર્યટકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે, જેના કારણે વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો