ભાવનગર શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન સાથે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ શહેરનાં શહીદ ભગતસિંહજી ચોક, ઘોઘાગેટ ભાવનગર ખાતે યોજવામાં આવેલ જેમાં શહેર ભાજપનાં કાર્યકરો જોડાયા હતા. ભાવનગરમાં શહેર ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરવામાં આવેલી અસભ્ય ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ નારેબાજી કરી અને રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી વિરોધ્ધ કર્યો હતો.