ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે સખત કાર્યવાહી શરૂ થઈ છે. રાજ્યભરમાં નંબર પ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ 3થી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે આકરી કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.