રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે ગુજરાત સરકારની જન્મ-મરણ નોંધણીની કામગીરી માટેની હાલ કાર્યરત ઈ-ઓળખ એપ્લિકેશનમાંથી ભારત સરકારશ્રીના નેશનલ C.R.S પોર્ટલ (Civil Registration System) અપનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. C.R.S પોર્ટલ હાલ ૨૪ રાજ્યોમાં કાર્યરત છે. જે અન્વયે સિવીલ રજિસ્ટ્રેશન સીસ્ટમ હેઠળ જન્મ—મરણ નોંધણી પ્રક્રિયા સાથે સંકળાયેલ આણંદ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને જિલ્લા પચાયત,આણંદ ખાતે એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી.