આજે અમરેલી જીલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંઘની અમર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રાંત કલેક્ટર એમ.જે. નાકિયાંની અધ્યક્ષતામાં અમર ડેરી પ્લાન્ટ ખાતે યોજવામાં આવેલ હતી આ અમર ડેરીના સ્થાપક દિલીપ સંઘાણી હોય છતાં નવા નેતૃત્વ સાથે નવી કેડર ઊભી કરવાના ધ્યેયને સાર્થક કરવા સંઘાણી હંમેશા અમર ડેરીના વિકાસ સાથે પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં આગળ વધતા હોય છે ત્યારે દિલીપ સંઘાણી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા રહ્યા ઉપસ્થિત.