ખેડા જિલ્લામાં ફરી એક વાર લાંચ લેતા પોલીસ કર્મચારી ઝડપાયો.લીંબાસી પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેર ને રૂ. ₹40,000 ની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડ્યો.પરપ્રાંતીય મજૂરોને નોકરી રાખવા બાબતે ફેક્ટરી માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે રૂપિયા 60,000 ની લાંચ ની માગણી કરી હતી જોકે રકઝક ના અંતે રૂપિયા 40 હજારમાં સાદો નક્કી થયો હતો. જ્યાં લીંબાસી તારાપુર રોડ પરથી ACB ના હાથે રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યો હતો.