તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરપાર પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4.30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ફરિયાદી વિદ્યાર્થીની ને છેતરપિંડી કરનાર વ્યક્તિ જયદીપ શર્મા દ્વારા તેમના પિતાજીએ તમારા ખાતામાં રૂપિયા નાખવા કહ્યું છે.એમ કહી અલગ અલગ ટેક્ષ મેસેજ મોકલી ભૂલના તમારા ખાતામાં વધુ રૂપિયા જમા થઈ ગયા હોવાનું જણાવી કુલ 85 હજારની છેતરપિંડી કરતા ફરિયાદી ને છેતરપિંડી થઈ હોવાનું માલૂમ થતા ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.