હાલોલમાં આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજીની આજે વરસાદી માહોલમાં ભાવભરી વિદાય આપવામા આવી હતી ઉપરાંત પોલીસકર્મીઓની અભેદ સુરક્ષા કવચ વચ્ચે ગણેશ ભક્તો દ્વવારા ભક્તિસભર વાતાવરણમા અશ્રુભીની આંખોએ ઢોલ,નગારા,વાજાબેન્ડ તથા ડી.જેની તાલે વિદાય આપવામા આવી હતી.સાથે સાથે આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરવામાં આવી હતી શ્રીજી વિસર્જન વહેલી સવાર થી શરુ થયેલ મોડી રાત્રી એ શાંતિ પૂર્ણ માહોલ માં સંપ્પન થતા વહીવટી તંત્ર ને હાશકારો થયો હતો