અમરેલી તાલુકા કોંગ્રેસના આગેવાન મનીષ ભંડેરીએ ખેડૂતોને જાહેર કરાયેલા કૃષિ પેકેજ મુદ્દે રાજ્ય સરકાર પર કડક શબ્દોમાં પ્રહાર કર્યો છે. આજે સાંજે લગભગ ચાર વાગ્યે તેમણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો હતો જે ઝડપથી વાયરલ બન્યો છે. વિડીયોમાં તેમણે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે.