ગોધરામાં યોજાનાર ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઇવ શરૂ થઈ છે. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇના માર્ગદર્શન હેઠળ ભૂરાવાવ વિસ્તારમાં વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું. ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો પર કડક નજર રાખવામાં આવી રહી છે. તહેવારના સમયમાં અકસ્માતનું જોખમ ન વધે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલું છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે.