શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક તથા કુક કમ હેલ્પરની જગ્યા ખાલી છે. જેથી એસ.એસ.સી. પાસ તેમજ ૨૦વર્ષથી ૫૫ વર્ષ તથા સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છુટછાટની કેટેગરીમાં આવતી જાતીઓના ઉમેદવારો માટે ૫૮ વર્ષની ઉમરવાળા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે.