પ્રાંત વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ માટે હંગામી ધોરણે લાયસન્સ મેળવવા અંગે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ નું જાહેરનામું. દુકાનને સ્વતંત્ર રીતે પ્રવેશ દ્વાર તથા બહાર નિકળવાનો માર્ગ હોવો જોઇએ.દુકાન ભોંય તળિયાના ભાગમાં જ હોવી જોઇએ. તેમજ આવી દુકાન કોઇ દાદર નીચે હોવી જોઇએ નહી કે જેથી કરીને આગ-અકસ્માત દરમ્યાન દુકાનના પ્રવેશવાનો માર્ગ રોકાય નહી.દારૂખાના ની દુકાનના આગળ-પાછળના ભાગમાં છજા-કાઠી-કપડા-પતરા વિગેરે લગાડી વિસ્તૃત કરી શકાશે નહી.