તાજેતરમાં દેહરાદૂન-ઉત્તરાખંડ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટીક ચેમ્પિયનશિપ ૨૦૨૫ માં નર્મદા જિલ્લાની ટીમે પોતાના દબદબા અને પ્રતિભા સાથે રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા સંચાલિત સ્ટેટ જીમ્નાસ્ટિક એકેડમી, નર્મદાના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ્સ પોતાના નામે કર્યા છે.