નર્મદા જિલ્લાના ડેડીયાપાડા,સાગબારા તાલુકાના અત્યંત જરૂરી સળગતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે તથા ખેડૂતોને ખાતર માટે પડતી હાલાકી બાબતે તેમજ આંગણવાડી વર્કરો, હેલ્પરોનાં વેતન બાબતે ગુજરાત હાઇકોર્ટના ચુકાદોનો રાજ્ય સરકાર વહેલી તકે અમલીકરણ કરે જે બાબતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી, તેમજ હાલ ગંભીરા બ્રિજના બનાવ બાદ નર્મદા જિલ્લાના જર્જરીત પુલો, તેમજ જર્જરીત રસ્તાઓ વહેલીતકે રિપેર થાય તે બાબતે મૌખિક ચર્ચાઓ કરવામાં આવી.