ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાશે. આ પ્રસંગે પોર્ટ એન્ડ શિપિંગ સંબંધિત પોલીસી, મહત્વપૂર્ણ એમઓયુ, વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા રોડ શો યોજાશે.કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીણા, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. 27 વિવિધ સમિતિઓ રચાઈ.