કવાંટ ના ચીખલી ગામે ભારે વાસદમાં મકાન પડતા બે મહિલાઓના મોત.કવાંટના ગુગલીયા જૂથ ગ્રામપંચાયતમાંછોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ગમોડા ફળિયામાં સાંજે છ વાગ્યાના સુમારે ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં 60 વર્ષીય મોચડીબેન તરજુભાઈ રાઠવા અને તેમની 35 વર્ષીય પુત્રી લક્ષ્મીબેન તરજુભાઈ રાઠવા હાજર હતા. બંને મહિલાઓ મકાનના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.