મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજ્યકક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં ગળતેશ્વરના સરના ખાતે રાજ્યકક્ષાના 76 માં વન મહોત્સવની 30 ઓગસ્ટના રોજ ભવ્ય ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રીએ મહાદેવજીના દર્શન કર્યા હતા જે બાદ મુખ્યમંત્રી સહિત મહાનુભવોના હસ્તે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલ 24માં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.