પાલનપુર શહેરમાં આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે નવા બસપોર્ટ ખાતે આવેલા ગણેશજીની મૂર્તિના સ્ટોલો ખાતે માટીની ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી જોકે લોકો હવે માટીની મૂર્તિ ખરીદવા માટે પ્રેરાયા છે અને પર્યાવરણના જતન માટેના લોકો દ્વારા સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે આજે બુધવારે 10:30 કલાકે નવા બસપોર્ટ ખાતે મૂર્તિ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.