સિહોરના રામપરા મેલડી માતાજી ના મંદિરે મસ મોટી ચોરી ની ઘટના સાડા છ લાખની ચોરી અંગે નોંધાય ફરિયાદસિહોર ના સર અને સખવદર વચ્ચે આવેલ સુપ્રસિદ્ધ આસ્થાનું પ્રતીક એવા રામપરા મેલડી માતાજી( ભુરીયા વડ વાળા મેલડી મા)મંદિર ખાતે મોડી રાત્રે મંદિર નો દરવાજાનો નકૂચો તોડી ચોરી થવા પામી હતી જેમાં માતાજીના ચાંદી છત્તર,ચાંદી ના મુગટ,ચાંદીના બોકડા,ચાંદી શ્રીફળ તથા સોનાની નથ મળી કુલ બાર કિલો ચાંદી અને આઠ ગ્રામ સોનું મળી કુલ ૬૫૦૦૦૦ની ચોરી થવા પામી છે