પંચામૃત ડેરીની ૫૨મી અને પંચમહાલ બેન્કની ૭૦મી વાર્ષિક સાધારણ પંચામૃત ડેરી ખાતે યોજાઈ હતી,જેમાં બંને સંસ્થાના ચેરમેને નાણાંકીય વર્ષનાં નફા નુકસાન,વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશે ઉપસ્થિત સૌને માહિતી આપી હતી. બેંક સાથે સંયોજિત મંડળી દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૫-૨૬ માં કરેલ ધિરાણોની સમયસર ૧૦૦ ટકા વસુલાત કરશે તો બેંક ૧ ટકા અને ૦.૫૦ ટકા વ્યાજ રીબેટ આપશે તેવી ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા જાહેરાત કરાઈ હતી.