લીલીયા તાલુકાના બોડીયા ગામે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે થયું.આ અવસરે તાલુકા પંચાયતના અધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ધારાસભ્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નવા બસ સ્ટેન્ડથી મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગને સુવિધા મળશે.લોકાર્પણ બાદ તેમણે ગ્રામજનોની માંગણીઓ સાંભળી અને આવતા દિવસોમાં વિકાસકાર્યોને વધુ ગતિ આપવા આશ્વાસન આપ્યું.