નેપાળ તોફાનમાં ફસાયેલાં તમામ મુસાફરો ભારતની બોર્ડર પર પહોચ્યા, નારી ગામના 43 યાત્રીઓ ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા. જ્યાં નેપાળના કાઠમાંડુ અને પોખરામાં હિંસા ફાટી નીકળતા છેલ્લા 5 દિવસથી ફસાયા હતા. નેપાળના પોખરા થી બસ મારફતે નીકળી નેપાળ ભારત બોર્ડર પર પહોંચતા રાહતનો શ્વાસ લીધો હતો. તમામ 43 સલામત પ્રવાસીઓ સહી સલામત રીતે ભારતની બોર્ડર પર પહોંચતા પરિવારજનો ચિંતામાંથી મુક્ત થયા હતા.