ખંભાત તાલુકાના રાલેજ ગામે મહાદેવવાળા ફળીયામાં રહેતા મુકેશભાઈના ઘરે એક 7 ફૂટ લંબાઈ ધરાવતા કોબ્રા સાપ ઘુસી આવ્યો હતો. જેને કારણે ઘરના સભ્યો અને આસપાસ રહેણાંક વિસ્તારના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.કોબ્રા સાપ નીકળ્યો હોવાની જાણ ખંભાત વનવિભાગને કરતા જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને સ્નેક સ્ટિકની મદદથી 7 ફૂટ લંબાઈના કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.ત્યારબાદ કોબ્રા સાપને રાલેજના ભાઠા વિસ્તારમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યો હતો.