પ્રાથમિક માહિતી મુજબ પિતા અને પુત્ર તળાવમાં ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જેમાં આશરે ૭ વર્ષના બાળક સાથે તેના પિતાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.સાંજે તળાવના પાછળના ભાગેથી બે વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ફરી મોડી સાંજે વધુ એક વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી મળતા એક જ દિવસમાં કુલ ત્રણ લોકોના મોત થવાની પુષ્ટિ થઈ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી નાધેડી અને આસપાસના વિસ્તારોમાં શોકનું માહોલ