બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ પૂર્ણ થતા આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રાણપુર શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નારેચણીયાની વાડી ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો જે શોભાયાત્રા રાણપુર શહેરના મુખ્ય માર્ગો જાહેર માર્ગો પરથી પસાર થઈ મોટા જૈન દેરાસર ખાતે પહોંચી ત્યા શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મીઠું બેન્ડના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.