આણંદ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગ બોરસદ થી રાસ જતા રસ્તા પર હોટ મિક્સ ડામર થી પેચવર્કની કામગીરી શરૂ કરાઈ હતી. આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે દાંડીમાર્ગ બોરીયાવી થી બોરસદ રાસ કંકાપુરા સુધીના જે રસ્તાઓને નૂકશાની થઈ હતી, તે રસ્તાઓના સમારકામની કામગીરી રાષ્ટ્રીય ધોરી માર્ગ, પેટા વિભાગ, આણંદ (દાંડી માર્ગ વિભાગ, આણંદ) દ્વારા હાથ ધરવામાં આવી છે.