મોરવા હડફના રજાયતા ગામના મોહનભાઈ તેમના ઘરે જઈ રહ્યા હતા.ત્યારે રજાયતા સબ સ્ટેશનની પાછળ ઝાડ પાસે તેમને એક ખાડામાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો.ખાડામાં તપાસ કરતા તેમને એક તાજું જન્મેલુ નવજાત શિશુ મળી આવ્યુ હતુ.મોહનભાઈએ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યું છે.જેની માહિતી આજે ગુરુવારે બપોરે 1 કલાકે પ્રાપ્ત થઇ હતી