ખંભાત સહિત તાલુકાભરમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો.મૂશળધાર વરસાદ ખાબકતા જાહેર માર્ગો, રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.કંસારીથી કાળી તલાવડી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.હતી.ખંભાત શહેરના જહાંગીરપુર, સાલ્વા, કતકપૂર, બોરીયાના નાકે, કંસારી, રબારીવાડ, મોચીવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જ્યારે શહેરના હાર્દસમા ગણાતા જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા.