This browser does not support the video element.
લીલીયા: ન્યાય સમિતિના ચેરમેનની ઉપસ્તીથીમાં લીલીયા તાલુકાના ક્રાંકચ સેજામાં THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન
Lilia, Amreli | Sep 12, 2025
લીલીયા તાલુકાના ક્રાંકચ સેજામાં આજ રોજ THR અને મિલેટ્સ આધારિત વાનગી સ્પર્ધા યોજાઈ હતી. આંગણવાડી બહેનોએ પૌષ્ટિક વાનગીઓ બનાવી લોકોમાં સ્વાસ્થ્યપ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.કાર્યક્રમમાં ક્રાંકચ ગામના સરપંચના પ્રતિનિધિ મગનભાઈ દુધાત, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્વેતાબેન હેલૈયા, ક્રાંકચ PHCના મેડિકલ ઓફિસર જયભાઈ વાઘેલા, મુખ્ય સેવિકા એચ.એન. રેણુકા, પી.ડી. રાઠોડ, તલાટી મંત્રી તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.