વાહન વ્યવહાર સુરક્ષિત અને સુલભ બનાવવા સાથે માર્ગો પર આવન-જાવન કરતા મુસાફરોને સુવિધા મળી રહે તેવા હેતુથી આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. જિલ્લાની અંદરથી પસાર થતા મુખ્ય હાઈવે તથા આંતરિક માર્ગો પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝાડી ઝાંખરાની સફાઈ, ટ્રીમિંગ તેમજ માર્ગોની ધાર અને ડિવાઈડર સાફ કરવા જેવા કામો ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે.