મુંદરાના જૂના પોર્ટ પાસે પણ દરિયામાં તણાઇ આવેલો કન્ટેનર મળ્યો હતો. જોગણીનાર સ્ટેનલેસ સ્ટીલનું સફેદ તથા વાદળી રંગના ટેન્કર કન્ટેનર મળી આવ્યું હતું, જેની લંબાઈ 20 ફૂટ અને ઊંચાઈ 10 ફૂટની છે. કન્ટેનરના ખૂણામાં અંગ્રેજીમાં ઈ.એક્સ. એફ.યુ.5624611 નંબર લખેલા હતા. કન્ટેનરનું ઢાંકણુ ખુલ્લું જોવા મળ્યું હતું તેમજ આ કન્ટેનરમાં અંદર દરિયાઈ પાણી સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ કે જથ્થો મળી આવ્યો ન હતો. નોંધપાત્ર છે કે, એમ.વી. ફોનિક્સ 15 વેસલ ઓમનના દરિયામાં ગત તા. 2