ભાવનગર બોર તળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર બોર તળાવ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે મળેલી બાતમીના આધારે અક્ષર પાર્ક સોસાયટી નજીક વાદીલાના નાળા પાસે કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા મહિલાઓ સહિત કુલ સાત લોકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.